દેશભરમાં બર્ડ ફ્લૂએ હાહાકાર મચાવી દીધો હતો. હજારો પક્ષીએા આ ચેપથી મરણ પામ્યા હતા. હરિયાણાના એકલા જિંદ જિલ્લામાંથી રોજ ચાર લાખ ચીકન પાટનગર નવી દિલ્હી જાય છે. હાલ એ વેપાર અટકી પડ્યો હોવાના અણસાર મળ્યા હતા. દિલ્હીમાં બુધવારે ચીકનની કિંમતમાં કિલેાએ પંદર રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. પોલ્ટ્રી ફાર્મ અને ચીકનના વેપારમાં પડેલા વેપારીઓને રોજના વીસ લાખ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું હોવાના અહેવાલ હતા.
દેશના માંસાહારી લોકો રાંધીને ચીકન ખાય છે. 70 ડિગ્રી જેટલી ઉકળે એઠલે મોટા ભાગના વાઇરસ બેક્ટિરિયા ખતમ થઇ જતાં હોય છે. ત્યારપછી ચીકનમાં આરોગ્યને કોઇ ખતરો રહેતો નથી એવું આ વ્યવસાયના અનુભવી વેપારીઓ અને નિષ્ણાતો કહે છે. પરંતુ જિંદમાં અસંખ્ય પોલ્ટ્રી ફાર્મ હોવાથી પોલ્ટ્રી માલિકો બર્ડ ફ્લૂ અંગેની નક્કર માહિતી મેળવવા દોડાદોડ કરી રહ્યા હતા.
હરિયાણાનો જિંદ જિલ્લો પોલ્ટ્રી ફાર્મનુ હબ ગણાય છે. એકલા જિંદમાં 500થી વધુ પોલ્ટ્રી અને 80થી વધુ હેચરી છે. બર્ડ ફ્લૂ આવ્યા પહેલાં દિલ્હીમાં ચીકનના ભાવ 90 રૂપિયે કિલો હતા. રોજ સાત કરોડ 20 લાખ રૂપિયાની હેરફેર અને વેપાર થતા હતા.
કેટલાક ડૉક્ટરોના કહેવા મુજબ તાજેતરમાં જે હજારો પક્ષીઓ મરણ પામ્યાં તેમને બર્ડ ફ્લૂજ હોવાના કોઇ પુરાવા મળ્યા નથી. કેન્દ્ર સરકાર ત્રણ માસ પહેલાં દેશને બર્ડ ફ્લૂ મુક્ત જાહેર કરી ચૂકી હતી. કેટલાક નિષ્ણાતો કહે છે કે તાજેતરમાં જે પક્ષીઓ મરણ પામ્યા એ વધુ પડતી ઠંડીનો ભોગ બન્યાં હોવાં જોઇએ.પશુપંખીને પણ વધુ પડતી ઠઁડી સામે યોગ્ય રક્ષણ મળવું જોઇએ નહીંતર ઠૂંઠવાઇને મરણ પામે છે. આજ સુધી એક પણ ચીકનને બર્ડ ફ્લૂ હોવાનું નિદાન થયું નથી. કેટલાક લોકો જાણી જોઇને અફવા ફેલાવે છે અને બિનશાકાહારી પ્રજાને ગેરમાર્ગે દોરે છે. લોકોએ આવી અફવાથી ચેતવાની જરૂર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500