વાવાઝોડા અંગે મહત્વની અપડેટ સામે આવી રહી છે. જેમાં 6 વાગ્યા સુધીમાં લેન્ડફોલ શરૂ થશે. જેમાં વાવાઝોડાની સ્પીડ 120-130 કિમી રહેશે. હાલમાં વાવાઝોડું 10 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. એટલું જ નહીં લેન્ડફોલ પહેલાં વાવાઝોડાની સ્પીડ 14 કિમી રહેશે. જ્યારે લેન્ડફોલ સમયે તેની સ્પીડ 115 થી 125 કિમી સુધીની રહેશે.
વાવાઝોડાના કારણે બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે વાવાઝોડું 7 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. જેમાં સાંજથી રાત સુધી લેન્ડફોલ શરૂ થશે આ વચ્ચે સૌથી મહત્વની વાત એ છેકે સાયકલોનનો ઘેરાવો 350થી 400 કિમી સુધીનો રહેશે.IMD તરફતી આપવામાં આવેલી માહિતી અનુસાર, સાંજે વાવાઝોડાના ક્રશ થવાની પ્રોસેસ શરૂ થશે. જેમાં લેન્ડફોલ સમયે પવનની ગતિ 115 થી 125 કિમી પ્રતિ કલાક સુધી થશે. જેના કારણે વાવાઝોડાના લેન્ડફોલ બાદ તેની યોગ્ય દિશા અને તેની અસર જાણી શકાશે.
આ વચ્ચે IMD તરફથી જણાવવામાં આવ્યું છેકે, વાવાઝોડું જખૌથી 140 કિમી દૂર છે અને જેનો ઘેરાવો 350થી 400 કિમી સુધીનો રહેશે. આ ઉપરાંત હજી લેન્ડફોલનો ચોક્કસ સમય જાણી શકાય તેમ નથી. તેમજ લેન્ડફોલની પ્રક્રિયા રાત્રીના 12 વાગ્યા સુધી ચાલશે.બીજી તરફ વાવાઝોડું કચ્છથી પ્રવેશ કર્યા બાદ રાજસ્થાનમાં પણ તેનું નુકસાન જોવા મળી શકે છે. જેમાં રાજસ્થાનમાં પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાક સુધી રહેશે. તેમજ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના પણ ઘણાં ભાગોમાં તેનું નુકસાન જોવા મળી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500