બીલીમોરા તાલુકાનાં વણગામમાં દિવાળી દરમિયાન પાડોશીઓ ફટાકડા ફોડવા બાબતે ઝઘડતા તેની અદાવત રાખી ચપ્પુથી હુમલો કરાતા એક યુવક ઘાયલ થતા દવાખાનામાં સારવાર માટે દાખલ કરાયો હતો. જોકે પાડોશીઓએ સામસામે ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
બનવાની વિગત એવી છે કે, વણગામમાં દિવાળીમાં ફટાકડા ફોડવા બાબતે પાડોશીઓ ઝઘડતા સામસામી ફરિયાદ નોંધાઈ હતી. જેમાં વણગામ કુવા ફળિયામાં રહેતા વિપુલ ઉર્ફે બંટી જીતેન્દ્રભાઈ નાયકા અને તેમના પાડોશી કાંતિભાઈ નાયકા બંને યુવકો દિવાળીમાં ફટાકડા ફોડી રહ્યાં હતા. ગત તા.5નાં રોજ ફટાકડા ફોડવાની બાબતે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી તે દરમિયાન બીજા દિવસે પણ ફટાકડા ફોડવા બાબતે ઉગ્ર બોલાચાલી થતા ઝઘડો વધી ગયો હતો જેમાં વિપુલ ઉર્ફે બંટીએ ઘરમાંથી ચપ્પુ લાવી અચાનક મેહુલ પર હુમલો કરી દીધો હતો અને તેના શરીરે ગંભીર ઇજા પહોંચતા તેને આસપાસના લોકોએ આવી જતા છૂટા પાડયા હતા. હુમલામાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર લેવા માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. આ ઘટના અંગે સામસામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં વિપુલ નાયકા, મેહુલ નાયકા, પ્રતિક (રહે.માલવણ,જિ.વલસાડ) તથા જબુનનો મિત્ર સામે બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application