બીલીમોરામાં રાત્રીના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ કાર ચોરી તેમજ ઘરફોડ મળીને રૂ.૬.૨૪ લાખની ચોરી કરી વાહનમાં રફુચક્કર થઈ ગયા હોવાનું પોલીસમાં નોંધેલ છે. મળતી માહિતી મુજબ પોલીસે નોંધેલ ગીતારની અજીતસિંગ મુનીલાલ જડેની ફરિયાદ મુજબ તેમના બંધ ઘરનો દરવાજો ખુલ્લો જોઈ ઘરમાં કઈ અજુગતું લાગતા તેમને જોયું તો તેમના કબાટોમાંના કપડા તેમજ બધો સામાન અસ્તવ્યસ્ત હોય અને તેમા તપાસ કરતા કબાટમાં મુકેલા રોકડા રૂ.૨૫ હજાર,સોનાની ચેઈન સવા તોલાની કીંમત રૂ.૬૫ હજાર, સોનાની વીટી ચાર બે તોલાની કીંમત રૂ.૯૦ હજાર, સોનાની બુટ્ટી દોઢ તોલાની કીંમત રૂ.૬૬,૫૦૦/- હજાર તેમજ ચાંદીના સિક્કા ૩૫ નંગ કીંમત રૂ. ૮ હજાર એમ કુલ મળી રૂ.૨,૫૪,૦૦૦/- ની ચોરી કરી અજાણ્યા તસ્કરો વાહનમાં પલાયન થયા હોવાનું નોંધાયું છે.
તદ્દઉપરાંત સ્ટેશન નજીક મસ્જીદ સામે આવેલ એક મકાનના પાછળના ભાગમાં પાર્ક કરેલ મારુતિ ઈકો કાર નં.જીજે/૨૧/એએચ/૮૪૬૮ જેની કીંમત રૂ.૩.૬૫ લાખ કોઈ તસ્કરો ચોરી કરી ગયા હોવાનું અને બીલીમોરા નર્સરી રોડ પાસે આવેલ તલોધ ગામની હદમાં શિવ રો-હાઉસમાં રહેતા ધર્મેશભાઈ બી.ટંડેલના બંધ મકાનમાંથી ઘરનો દરવાજો તોડી તસ્કરો ઘરમાં ઘુસી કબાટમાં મુકેલ ચાંદીના ઘરેણા કીંમત રૂ.૪ હજાર અને રોકડા રૂ.૧૬૦૦ મળી કુલ ૫૬૦૦ ની ચોરી કરી હતી. આમ ઠંડીમાં અજાણ્યા તસ્કરોએ ત્રણ સ્થળેથી એક જ રાતમાં રૂ.૬.૨૪ લાખની ચોરી કરી પલાયન થયા હોવાની ફરિયાદો નોંધતા તંત્ર હરકતમાં આવી તસ્કરોની તપાસ કરી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500