નવસારીના બિલીમોરામાં યુવતીએ બિલ્ડર સામે બળજબરી પૂર્વક સબંધ બાંધવા તેમજ ગર્ભપાત કરાવી માર મારવા મામલે ફરીયાદ દાખલ કરી છે. આ સાથે નોંધાયેલી ફરીયાદ મુજબ અંગત પળોના વીડીયો પણ ઉતાર્યા હતા અને વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.આ સમગ્ર મામલે બિલીમોરા પોલીસ દ્વારા બિલ્ડરની ધરકપક કરી વધુ તપાસ હાથ ધરી છે.
બિલીમોરામાં બિલ્ડર દ્વારા યુવતીને મુંબઈમાં ઈન્ટિરીયર ડીઝાઈન સહીતનું કામ અપવવાની લાલચ આપી હતી. યુવતી સાથે ઓળખાણ થયા બાદ થોડો સમય વાતચીત કર્યા બાદ ફોસલાવીને યુવતીને મુંબઈ લઈ ગયો હતો અને ત્યારબાદ હોટલમાં બોલાવીને મોટી મોટી સાઈટ્સ પર કામ અપાવીશ તેવી લાલચ આપી હતી,ત્યારબાદ બળજબરીપૂર્વક શરીર સુખ માણ્યું હતું. આ સાથે અંગત પળોના ઉતારેલા વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો. બીજીવાર પણ મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધ્યો હતો ત્યારે યુવતી પ્રેગ્નેન્ટ થઈ જતા તેનો ગર્ભપાત બળજબરીથી કરાવવા માટે કહ્યું હતું છેવટે યુવતીએ ના પાડતા તેને માર માર્યો હતો અને ત્યારે આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થતા પોલીસે બિલ્ડરને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application