Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપતા સગીરાએ ઘર છોડ્યું, પોલીસે સગીરાનું લોકેશન મેળવી કાર્યવાહી હાથ ધરી

  • October 31, 2021 

નવસારીનાં બીલીમોરામાં રહેતા એક પરિવારની 15 વર્ષની સગીર વયની દીકરીને માતા-પિતાએ ઘરના કામ બાબતે ઠપકો આપતા દીકરીએ કોઈને પણ કહ્યા વગર ઘર છોડી દીધું હતું. આ સગીરા ઘર છોડી સીધી ટ્રેનમાં બેસી હરિયાણા પહોંચી ગઈ હતી. ત્યારબાદ હરિયાણા પહોંચીને ઘરની યાદ આવતા સ્થાનિક પાસે ફોન લઈને ઘરે ફોન લગાવ્યો હતો. જેથી પોલીસે તાત્કાલિક આ મામલે એલર્ટ બનીને હરિયાણાની સ્થાનિક પોલીસને કોન્ટેકટ કરીને સગીરાને નારી સરક્ષણ ગૃહમાં મોકલીને તેને સાચવી હતી. આમ, બીલીમોરાના પીએસઆઈની ટીમે માત્ર 12 કલાકમાં જ સગીરાનું લોકેશન મેળવી લીધું હતું અને 4 કર્મીઓની ટીમ હરિયાણા પહોંચીને સગીરાને લાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application