નવસારીનાં જલાલપોર તાલુકાનાં મરોલી કાંઠા વિસ્તારનાં સિમળગામે આહિરવાસ ખાતેથી કોઈ તસ્કર સ્પ્લેન્ડર બાઈકનું લોક તોડી ઉઠાંતરી કરી લઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાનાં મરોલી કાંઠા વિસ્તારનાં સિમળગામે આહિરવાસ ફળિયામા રહેતા શૈલેષ ભવાનભાઈ બાગુલ (મૂળ રહે. ગારખડી ગાવ, મંદિર ફળિયા, સુબીર, જિ.ડાંગ) મજુરી કામ કરે છે. તેઓ પોતાના સાળા નરેશ પુનિયા પવારની સ્પ્લેન્ડર બાઈક નંબર જીજે/૩૦/ઈ/૬૩૦૦)ને ગત તારીખ ૨૩ નવેમ્બરનાં રોજ પોતાના ઘરની સામે લોક મારી મૂકી હતી. જે બાઈકને અજાણ્યો તસ્કર ઉઠાંતરી કરી લઈ ગયો હતો. શોધખોળ છતાં બાઈક નહિ મળતાં ચોરી થયાનું જણાતા મરોલી પોલીસમાં શૈલેષ બાગુલે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application