સોનગઢના બોરદા ગામ નજીક બળદ ગાડા સાથે બાઈક અથડાતા બાઈક ચાલક યુવકને ગંભીર ઈજાઓ પહોચવાના કારણે સ્થળ પર જ મોત નિપજ્યું હતું જયારે બાઈક પાછળ બેસેલા અન્ય એક યુવકને શરીરે ઈજાઓ પહોંચતા 108ની મદદથી સારવાર અર્થે સોનગઢ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
સોનગઢ તાલુકાના બોરદા ગામના માર્ગે ગુરુવારે બપોરના અરસામાં બાઈક સવાર બે યુવકો બજાર કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન બોરદા ગામના ડુંગરી ફળિયા પાસે વળાંકમાં બળદ ગાડા સાથે બાઈક અથડાતા બાઈક ચાલક અજયકુમાર સુનીલભાઈ વસાવા હાલ રહે, પીપલપાણી ગામ,સાગબારા જી.નર્મદા, મૂળ રહે, ટાવલી ગામ, તા.અક્કલકુવા જી.નંદુરબાર(મહારાષ્ટ્ર) નાને શરીરે ગંભીર ઈજાઓ પહોચવાના કારણે સ્થળ પરજ મોત નિપજ્યું હતું. જયારે બાઈક પાછળ બેસેલા સુમિતકુમાર બાબુભાઈ વસાવાને શરીરે ઈજાઓ પહોંચતા 108ની મદદથી સારવાર અર્થે સોનગઢ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
બનાવ અંગે મૃતકના પિતા સુનીલભાઈ ભૂલાભાઈ વસવાની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે બનાવ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500