Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બુહારી ખાતે માસીના બારમાની વિધિમાં આવેલ યુવકની બાઈક ચોરાઈ

  • October 04, 2023 

વાલોડના બુહારી ગામે બારમાની વિધિમાં હાજરી આપવા આવેલ યુવકની બાઈકની કોઈ અજાણ્યા ચોરટાએ ઉઠાંતરી કરી હોવાની ફરિયાદ વાલોડ પોલીસ મથકે નોંધાઈ છે.

ન્યુઝ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 hi લખી મોકલો  


મળતી માહિતી મુજબ બારડોલીના ઉંવા ગામના કોળી ફળીયામાં રહેતો અને મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો નિલેશભાઇ ભીખુભાઈ હળપતિ ગત તા.૨૩-૦૯-૨૦૨૩ નારોજ આશરે ૧૧ વાગ્યેના અરસામાં વાલોડના બુહારી ગામે આવેલ બોરડી ફળીયામાં રહેતા બનેવી સંજયભાઈ હળપતિ નાઓના ઘરે કુટુંબી માસીના બારમાની વિધિમાં હાજરી આપવા માટે આવ્યા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઇસમે હીરો કંપનીની મોટર સાયકલ નંબર જીજે/૧૯/એજી/૩૪૮૮ની ઉઠાંતરી કરી ચોરી કરી લઇ જતા નિલેશભાઇ હળપતિએ વાલોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જેની ફરિયાદના આધારે પોલીસ દ્વારા અજાણ્યા ચોર ઇસમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application