વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતા 36 વર્ષીય મહિલા વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા. તે દરમિયાન બાઈક પર આવેલા બે શખ્સ પૈકી એક મહિલાના ગળામાંથી 39 હજારની સોનાની ચેન આંચકી ફરાર થઈ ગયા હતા. તેથી મહિલાએ હરણી પોલીસ સ્ટેશનમાં ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના હરણી વિસ્તારમાં યજ્ઞપુરુષ રેસીડેન્સીમાં રહેતા રેનુબેન ભુપેન્દ્રસિંહ યાદવે ફરિયાદ નોંધાવી છે કે, ગત 12 જૂનના રોજ હું સવારના મારા ઘરેથી વહેલી સવારે એકલી મોનીંગ વોક ઉપર નીકળી હતી અને ચાલતા ચાલતા મોટનાથ મહાદેવ મંદીર રોડ ઉપર કેનાલ તરફ જતી હતી.
તે દરમિયાન કેનાલ પહેલા સુકન રે સીડેન્સીવાળા રોડ ઉપર એક મોટર સાઇકલ ઉપર ડબલ સવારી બે ઇસમ પાછળથી આવી થોડી આગળ જઈને આગળથી યુ ટર્ન મારી પરંત મારી તરફ આવી રહ્યા હતા. જેમાં મોટરસાયકલના ચાલકની પાછળ બેસેલ ઇસમ નીચે ઉતરેલ અને ફોન ઉપર વાત ચીત કરતો હોય તેવું નાટક કરતો હતો. દરમિયાન હું ત્યાથી પસાર થતા પાછળથી આવી મારા ગળામા પહેરેલી દોડ તોલાની રૂપિયા 39,000/-ની સોનાની ચેઇન ગળામાં હાથ નાખી ઝુટવી ઝડપથી મોટર સાયકલ ઉપર બેસી બંને ઇસમો દેણા ચોકડી તરફ મોટરસાયકલ લઇ ભાગી ગયા હતા. ઘટના અંગે હરણી પોલીસે બંને ગઠિયાઓની શોધખોળ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application