સોનગઢનાં પોખરણ ગામે પેટ્રોલ પંપ સામે હાઇવે પર યુ-ટન કટ પાસે ઇકો ગાડીના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં દંપતી તેમના બે વર્ષના બાળક સાથે રોડ પર પટકાયા હતા જે પૈકી મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે બાળક સાથે બાઈક ચાલકનો બચાવ થયો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરતના અમરોલી વિસ્તારનાં ઉત્તરાયણ ખાતે રહી ખેતમજૂરી કરતા અભિષેકભાઈ શરદભાઈ વસાવે (ઉ.વ.24) તેના બે વર્ષનાં પુત્ર અને પત્ની શીતલબેનને લઇ ત્રણ-ચાર દિવસ પહેલા નિઝર તાલુકાનાં કાલીઆંબા ગામે સાસરીમાં આવ્યો હતો તેમજ સોમવારે બાળકને લઈ મજૂર દંપતી બાઈક નંબર GJ/05/GH/7172 પર સવાર થઈને ઉતરાયણ જવા નીકળ્યા હતા. ત્યારે સવારે સુરત-ધુલિયા હાઇવે ઉપર સોનગઢ તાલુકાના પોકરણ ગામની સીમમાંથી પસાર થતા.
તે સમયે શ્રી પેટ્રોલ પંપ સામે આવેલા યુ-ટન કટ પાસે પૂરઝડપે આવતી ઇકો ગાડીનાં ચાલકે તેઓની બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં બાળક સહિત દંપતિ રોડ ઉપર પટકાયા હતા અને ગંભીર રીતે ઘવાયેલ શીતલબેનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે પુત્ર ક્રિસ્ટીનને માથાનાં ભાગે સામાન્ય ઇજા થઈ હતી. જયારે બાઈક ચાલક એવા અભિષેકભાઈ વસાવેને ડાબા પગે ફેક્ચર તથા શરીરને નાની મોટી ઇજા પહોંચી હતી. બનાવ અંગે મૃતક શીતલબેનનાં દિયર અતુલભાઈ વસાવેએ સોનગઢ પોલીસ મથકે ઇકો ગાડીનાં ચાલક સામે અકસ્માત મોતનો ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500