Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધરમપુરના સીદુમ્બર ગામે કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમા બાઈક ચાલકનું મોત નિપજ્યું

  • August 17, 2024 

ધરમપુરના સામરસિંગી ગામના મૂળગામ ફળિયા ખાતે રહેતા નિલેશભાઈ નવસુભાઈ ભોયા ગુરુવારના રોજ મિત્ર અભય અને વિજય સાથે બાઈક ઉપર સવાર થઇ બિલપૂડી ગામે ધોધ નિહાળવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન હનમતમાળ-ધરમપુર રોડ પર આવેલા સીદુમ્બર ગામના નિશાળ ફળિયા પાસેથી તેઓ પસાર થઇ રહ્યા હતા.

આ સમયે સામેથી પૂરઝડપે આવી રહેલી કારના ચાલકે નાળાનો આગળના રસ્તાનો ભાગ બેસી ગયો હોવાથી કારને રોંગ સાઈડે લાવી બાઈક સાથે અથડાવી દીધી હતી. જેથી બાઈક ચાલક નિલેશ ભોયા તથા સવાર અભય અને અજયને ગંભીર ઈજાઓ પહોંચી હતી. નિલેશને વધુ ઈજા પહોંચી હોવાથી સ્થળ પર જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટના બાદ ઈજાગ્રસ્તોને ૧૦૮માં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે મૃતક નિલેશના ભાઈએ કાર ચાલક દિનેશ તુંકારામ કામડી (રહે.આંબા જંગલ, માથા ફળિયા) વિરુદ્ધ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application