દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકને ગંભીર ઈજા થતાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે બીજાને ગંભીર ઈજા પહોંચી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગરબાડા તાલુકાના અભલોડ ગામે ઉમરીયા ફળિયામાં દાહોદ જતા રોડ પર રાત્રે 8 વાગ્યાના સુમારે એક અજાણ્યા કાર ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે કાર હંકારી સામેથી આવતા ગડોઇ ગામના રેલ ફળિયામાં રહેતાં રતનભાઇ જહુભાઈ હઠીલા (ઉ.વ.38)ની મોટરસાયકલને જોશભેર ટક્કર મારી કાર લઈને નાસી ગયો હતો.
જેથી ચાલક રતનાભાઇ હઠીલાને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ થવા પામી હતી. તેમજ પાછળ બેસેલા વસનભાઈનો જમણો હાથ ભાંગી ગયો હતો, તથા શરીરે નાની મોટી ઇજાઓ થવા પામી હતી. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે જેસાવાડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રતનભાઇનું મોત નિપજ્યું હતું. આ સંબંધે જેસાવાડા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application