મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના ચાંપાવાડી ગામની સીમમાંથી પાસર થતો વ્યારા-માંડવી રોડ ઉપર એક બાઈક સ્લીપ થતાં બાઈક ચાલકનું લાંબી સારવાર બાદ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં સિસોર ગામનાં ટેકરી ફળિયામાં રહેતા પ્રિતેશભાઈ કિશોરભાઈ ગામીત નાંઓ ગત તારીખ 06/01/2024નાં રોજ બપોરનાં સમયે પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/AA/5079ને લઈ કાટીસકુવાનજીક ગામેથી પોતાના ઘરે સિસોર ગામ ખાતે આવવા માટે નીકળેલ હતા તે સમયે પોતાના કબ્જાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ચાંપાવાડી ગામની સીમમાં વ્યારા-માંડવી નેશનલ હાઈવે નંબર-56 રોડ ઉપર પોતાની બાઈક સ્લીપ થઈ જતાં રોડ ઉપર બાઈક સાથે પડી જતાં અકસ્માત સર્જાયો હતો.
જોકે આ અકસ્માતમાં પ્રિતેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા તથા ડાબા હાથના ખભાનાં ભાગે ગંભીર ઈજા અને જમણા પગના ઘૂંટણની નીચે તેમજ શરીરે નાની-મોટી ઈજા થતાં તેમને પ્રાથમિક સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા અને ત્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે લઈ જતાં તેઓનું લાંબી સારવાર દરમિયાન તારીખ 13/01/2024નાં રોજ મોત નિપજ્યું હતું. બનાવ અંગે કાકરાપાર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500