Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરનાં વાંકા ચાર રસ્તાથી આગળ બાઈક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં અકસ્માત : એકનું મોત, એક ઈજાગ્રસ્ત

  • September 16, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : મહારાષ્ટ્ર રાજ્યનાં નંદુરબાર જિલ્લાનાં તળોદા તાલુકાનાં મીરા કોલોનીમાં રહેતા ૨૨ વર્ષીય યુવક જયેશ મધુકર મરાઠે ગત તારીખ ૧૩/૦૯/૨૦૨૪નાં રોજ પોતાના કબ્જાની બાઈક નંબર એમએચ/૩૯/એએલ/૩૦૦૯ને નિઝર વાંકા ચાર રસ્તા પાસ કરી થોડા આગળ જતા નાયરા પેટ્રોલ પંપ પાસ કરી નાયરા પેટ્રોલ પંપની પણ થોડે આગળ પોતાના કબ્જાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈકને રોડની કિનારાથી નીચે ઉતારી દેતાં સ્લીપ ખવડાવી રોડની બાજુમાં આવેલ પાણી ભરાયેલ નાળામાં પાડી દેતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક જયેશ નાળામાં પડી જતાં અને શરીરે નાની-મોટી ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું જયારે બાઈક પાછળ બેસેલ મનોજ મધુકર ચૌધરી (રહે.તળોદા ગામ, નંદુરબાર, મહારાષ્ટ્ર)નાને પણ શરીરે ઈજા પહોંચી હતી. અકસ્માત અંગે મનોજ ચૌધરી નાંએ તારીખ ૧૪/૦૯/૨૦૨૪નાં રોજ નિઝર પોલીસ મથકે જાણ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application