Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાલોદ ગામની સીમમાં અજાણ્યા વાહન અડફેટે બાઈક ચાલકનું મોત

  • July 11, 2024 

સુરત જિલ્લાનાં પાલોદ ગામની સીમમાંથી પસાર થઈ રહેલા બાઈક ચાલકને અજાણ્યા વાહન ચાલકે અડફેટેમાં લેતા તેને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર. બાઈક નંબર MP/45/MM/5908નો ચાલક પાલોદ ગામની સીમમાં આવેલા નેશનલ હાઈવે નંબર-48 પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે અજાણ્યો વાહન ચાલક અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટના અંગે કોસંબા પોલીસે કસૂરવાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application