Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝર : ટ્રક અડફેટે આવતાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો, ટ્રક ચાલક સામે ગુનો દાખલ

  • September 16, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : મૂળ મહારાષ્ટ્રનાં નંદુરબાર જિલ્લાના ઉમર્દેબુધર્ક ખાતે રહેતા હાકમસિંગભાઈ રાયસિંગભાઈ જાદવના મોટા ભાઈનો પુત્ર પવનભાઈ ભાઈદાસભાઈ જાદવની બાઈક નંબર MH/39/P/2261ને નિઝરના ભીલજાબોલી ગામે ગત તારીખ 14/09/2023નાં રોજ એક હાઈવા ટ્રક નંબર GJ/16/AV/8973નાં અજાણ્યા ચાલકે પોતાની કબ્જાની ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પવનભાઈની બાઈકને સામેથી ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો, જયારે આ અકસ્માતમાં ટ્રક ચાલકની ટ્રક રોડની જમણી સાઈડે પલ્ટી મારી ગઈ હતી અને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો અને પવનભાઈને અકસ્માતમાં શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચતા પવનભાઈને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે  હાકમસિંગભાઈ જાદવ નાએ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતાં પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application