Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બહેડારાયપુરા ગામ પાસે અજાણ્યા વાહન અડફેટે બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત

  • December 26, 2021 

ડોલવણના બહેડારાયપુરા ગામ પાસે અજાણ્યા વાહન અડફેટે બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જયારે બાઈક પાછળ બેસેલ બાળકીને શરીરે ગંભીર ઈજા પહોચી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. જોકે અકસ્માત કરી અજાણ્યો વાહન ચાલક પોતાનુ વાહન લઇ નાશી છુટ્યો હતો.



હળવદગામે મિત્રને ત્યાં છઠ્ઠી ના પ્રસંગે ગયેલ અને ત્યાં તેમના ગામમાં જ રહેતો સુરજ પટેલ પણ આવ્યો હતો, 

મળતી માહિતી અનુસાર વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામના હળપતિવાસમાં રહેતા જીગ્નેશભાઇ જીવણભાઇ નાયકા ગત તારીખ ૨૪મી ડીસેમ્બર નારોજ હળવદગામે મિત્રને ત્યાં છઠ્ઠી ના પ્રસંગે ગયેલ અને ત્યાં તેમના ગામમાં જ રહેતો સુરજ પટેલ પણ આવ્યો હતો, પ્રસંગ માંથી પરત ફરતી વખતે સુરજભાઇ ઇશ્વરભાઇ પટેલ (ઉ.વ.૨૭) રહે.પેલાડ બુહારી હળપતિવાસ તા.વાલોડ નાઓ બાઈક જીજે/૨૬/એચ/૫૪૩૮ ઉપર જીગ્નેશભાઇની ૮ વર્ષીય દીકરી દીશીકાકુમારી સાથે બહેડારાયપુરાગામ ગામતળ ફળીયામાં ભગવાનપુરાથી બુહારી જતા રોડ ઉપરથી પસાર થતા હોય તે દરમિયાન તેમની બાઈક ને કોઇક અજાણ્યા વાહન ચાલકએ પોતાનુ વાહન પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સુરજભાઇની બાઈક ને આગળના ભાગે ટક્કર મારતા બાઈક પાછળ બેસેલ દીશીકાકુમારીને કપાળના ભાગે ઇજા તેમજ ડાબા પગના નળા ઉપર મુઢ ઇજા પહોચી હતી તથા સુરજભાઇને મોઢાના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે ટુકી સારવાર દરમિયાન સુરજભાઇનુ મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકનો મિત્ર જીગ્નેશભાઇ જીવણભાઇ નાયકાની ફરિયાદના આધારે ડોલવણ પોલીસે તા.૨૬મી ડીસેમ્બર નારોજ બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application