મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં વાંસકુઈથી ઉમરકુવા જતાં રોડ ઉપર વડકુઈ ગામનાં પારસી ફળિયામાં આડશ વગર ઉભું રાખેલ ટેમ્પો પાચલ બાઈક અથડાતા બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારણે સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં વડકુઈ ગામનાં ગામઠાણ ફળિયામાં રહેતા સંદીપભાઈ નાનુભાઈ ગામીત (ઉ.વ.48)નાએ પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/Q/1994 લઈને સોમવારનાં રોજ પોતાના ઘરેથી ખેતરે જતા હતા.
તે સમયે વડકુઈ ગામ પારસી ફળિયામાં રોડ ઉપર ગામનાં નેલસભાઈ નિલેશભાઈ ગામીત નાંએ પોતાના કબ્જાનો ટાટા કંપનીનો ટેમ્પો નંબર GJ/26/T/4019ને જાહેર રોડ ઉપર બીજાની જિંદગી જોખમાય અને સલામતીને ભયમાં મૂકે તે રીતે ઉભું રાખી તેમજ કોઈ સિગ્નલ લાઈટ કે બીજા કોઈ આળસ કે સૂચક ચિન્હો રાખ્યા વગર ઉભું રાખ્યું હતું. જોકે તે દરમિયાન સંદીપભાઈ ગામીતએ રોડ પર ઉભો રાખેલ ટાટા કંપનીનો ટેમ્પોની પાછળ બાઈક અથડાઈ જતા રોડ ઉપર પડી ગયા હતા.
તેમજ રોડ ઉપર પડતા સંદીપભાઈ નાને ડાબી આંખની ઉપર કપાળમાં ગંભીર ઈજા થતાં કપાળ ફાટી જઈ દબાઈ જતાં તેમજ મોઢા પર તથા દાઢીનાં ભાગે ગંભીર ઈજા થતાં તેમજ ડાબા પગનાં ઘૂંટણ પાસે ફેક્ચર ઈજા અને શરીરે નાની મોટી ઈજા થતાં સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે નાનુભાઈ ગામીત નાંએ કાકરાપાર પોલીસ મથકે ટેમ્પો ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500