વાપીનાં બગવાડા ટોલનાકા નજીક તિઘરાના શુભમ રેસીડેન્સીના સામેનાં હાઈવે ઉપર પારડીથી વાપી તરફ જતા રોડ ઉપર એક ટાટા કંપનીના ટેલરની અડફેટે ચઢેલા મોટરસાયકલ સવારનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતુ. મળતી વિગતો મુજબ, વાપીનાં ચલાના ખોજા સોસાયટીના કસ્ટમ રોડ ઉપર આવેલી વોલ્વો બિલ્ડીંગ, બલીફાતીમી કો.ઓ. હાઉસીંગ સોસાયટીમાં રહેતો કરીમ રજબઅલી વિરાણી પોતાની મોટરસાયકલ લઈ ઉદવાડાથી વાપી પોતાના ઘરે આવી રહ્યો હતો. તે સમયે એક ટાટા કંપની ટેલરના અજાણ્યા ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ટેલર હંકારી લાવીને શુભમ સોસાયટી સામે અડફેટે લેતા કરીમને શરીરે ગંભીર ઈજા થઈ હતી. જેને કારણે તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ. જે બાદ ટેલર મુકી ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application