Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં પેરવડ ગામમાં પીકઅપ અડફેટે બાઈક ચાલકનું ઘટના સ્થળ ઉપર મોત

  • October 08, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં પેરવડ ગામમાંથી પસાર થતાં ઝાંખરીથી ડોલારા તરફ આવતા જાહેર રોડ ઉપર પીકઅપ ટેમ્પો ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈક ચાલકને અથડાવી દેતાં ચાલકનું ગંભીર ઈજાને કારણે સ્થળ ઉપર મોત નિપજ્યું હતું.


મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં લખાલી ગામનાં ભીલ ફળિયામાં રહેતા અનિલભાઈ રૂવાભાઈ ભીલ (ઉ.વ.૩૯)નાંઓ ગત તારીખ ૦૪/૧૦/૨૦૨૪નાં રોજ પોતાના કબ્જાની બાઈક નંબર જીજે/૨૬/ડી/૦૩૨૧નાં ચાલક પેરવડ ગામમાંથી પસાર થતાં ઝાંખરીથી ડોલારા તરફ આવતા જાહેર રોડ ઉપરથી પસાર થતાં હતા તે દરમિયાન એક મહિન્દ્રા કંપનીની મેક્ષ પીકઅપ નંબર જીજે/૦૬/વીવી/૯૧૧૦ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અનિલભાઈની બાઈકને અથડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક અનિલભાઈ વસાવાનાં શરીરે અને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે રૂવાજીભાઈ ઉકડીભાઈ ભીલ નાંએ અજાણ્યા પીકઅપ ટેમ્પો ચાલક સામે વ્યારા પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application