મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં વાઝરડા ગામનાં આંબા ફળિયા પાસે કાર અડફેટે આવતા બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારને ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં બેડી ગામનાં દાદરી ફળિયામાં રહેતા મહેશભાઈ નરોત્તમભાઈ ગામીત નાંઓ ગત તારીખ ૧૧/૦૯/૨૦૨૪ તેમના સાસરે બેડકુવાદુર ગામ ખાતે તેની પત્નિ અને બાળકોને મળી બાઈક નંબર GJ/26/AG/6383ને લઈને પરત ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન સાંજના સાડા છએક વાગ્યા આસપાસ વાઝરડા ગામ આંબા ફળીયા પાસે પહોંચતાં એક સફેદ કલરની અટીંગા ફોર વ્હીલ કાર નંબર GJ/26/AB/5362નાં ચાલકે તેના કબ્જાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઇડમાં હંકારી લાવી મહેશભાઈની બાઈકને સામેથી ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો.
જોકે આ અકસ્માતમાં મહેશભાઈ બાઈક સાથે રોડ ઉપર પડી જતા તેમને હાથ, પગ તથા માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમની સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન ગત તારીખ ૧૨/૦૯/૨૦૨૪નાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. બનાવ અંગે તારીખ ૨૩/૦૯/૨૦૨૪નાં રોજ મૃતકનાં ભાઈ નરેશભાઈ ગામીતએ સોનગઢ પોલીસ મથકે કાર ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500