નિઝર-પ્રકાશા રોડ ઉપર અજાણ્યા વાહન અડફેટે ૨૮ વર્ષીય બાઈક ચાલકનું ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યું હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ નિઝર તાલુકાના મુબારકપુર ગામના સાંઈબાબા મંદિર પાસે રહેતો અને મજુરી કામ કરતા કલ્પેશભાઈ મંગલસિંગભાઈ ઠાકરે તા.૨૬મી ડીસેમ્બર ના રોજ સીડી ડોન બાઈક નંબર જીજે/૧૯/જે/૮૧૩૧ ની લઈને પીપળોદ ગામની સીમ માંથી પસાર થતા નિઝર-પ્રકાશા રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબ્જાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈકને ટક્કર મારતા બાઈક ચાલક કલ્પેશભાઈના માથાના જમણા કપાળના ઉપરના ભાગે તેમજ પેટ ના ભાગે ગંભીર ઇજા પહોચતા મોત નિપજ્યું હતું. બનાવ અંગે દિલીપભાઇ મંગલસિંગભાઇ ઠાકરેની ફરિયાદના આધારે નિઝર પોલીસએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હત્ય્હ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
April 03, 2025જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
April 03, 2025ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો
April 03, 2025