મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢથી રાણીઆંબા તરફ જતા રસ્તા ઉપર દશેરા કોલોની પાસે સોનગઢ તરફથી આવતા રોડ તરફથી એક બાઈક ચાલકને વગર પાસ પરમિટે દેશી દારૂની બાટલીઓ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૨૯/૧૦/૨૦૨૪નાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રોહી. ગુન્હા અંગેની પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢથી રાણીઆંબા તરફ જતા રસ્તા ઉપર દશેરા કોલોની પાસે સોનગઢ તરફથી આવતા રોડ તરફથી એક બાઈક ચાલક પોતાની બાઈક પર એક પ્લાસ્ટિકની થેલીમાં દેશી તથા વિદેશી દારૂ ભરી લઈ આવનાર છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફનાં માણસો સોનગઢથી રાણીઆંબા તરફ જતા રસ્તા ઉપર દશેરા કોલોની પાસે સોનગઢ તરફથી આવતા રોડ પર છુટાછવાયા રોડ પર વોચમાં હતા તે દરમિયાન બાતમીવાળી મોપેડ બાઈક જીજે/૨૬/પી/૦૬૯૬ અઆવતા જોઈ પોલીસે તેને ઈશારો કરી બાઈજ સાઈડમાં ઉભોરખાવ્યો હતો.
ત્યારબાદ પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, યાકુબ કાંતિલાલ ગામીત )રહે.મોટા તારપાડા ગામ, નિશાળ ફળિયું, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેની પાસેના પ્લાસ્ટિકનાં થેલામાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની દેશી દારૂની કુલ ૪૮ નંગ બોટલો મળી આવી હતી. આમ, પોલીસે ભારતીય બનાવટની દેશી દારૂની બોટલો અને મોપેડ બાઈક મળી કુલ રૂપિયા ૩૩,૩૬૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી અર્જુનભાઈ વળવીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500