Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાઠકવાડી ગામનાં ત્રણ રસ્તા પરથી પ્રોહી.નાં જથ્થા સાથે બાઈક ચાલક ઝડપાયો

  • July 02, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણનાં પાઠકવાડી ગામનાં ત્રણ રસ્તા પરથી વગર પાસ પરમિટે બાઈક ઉપર કોથળામાં દારૂ લઈ જતો એક ઈસમ ઝડપાતા કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો રવિવારનાં રોજ સાંજે ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. વોચ પેટ્રોલિંગમાં હતા.


તે દરમિયાન પાઠકવાડી ગામનાં ત્રણ રસ્તા પાસે આવતા એક બાઈક નંબર GJ/26/K/1071નાં ચાલકને રોકી તેનું નામ પૂછતા તેને પોતાનું નામ પ્રિન્સ નાનસિંગભાઈ ચૌધરી (રહે.ઉમરવાવદૂર ગામ, આમલી ફળિયું, તા.ડોલવણ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેની પાસેનાં પીળા કલરનાં મીણીયા કોથળામાં જોતા તેમાંથી ભારતીય બનાવટની ઇંગલિશ દારૂની કુલ 48 નંગ બોટલો મળી આવી હતી. આમ, પોલીસે ઇંગ્લીશ દારૂની બોટલો અને બાઇક મળી કુલ રૂપિયા 24,800/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application