ઉચ્છલના મીરકોટ ગામના નેશનલ હાઇવે માર્ગ પર ટ્રક અડફેટે બાઈક ચાલક આધેડનું ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યું હોવાનો બનાવ ઉચ્છલ પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાની હદને અડીને આવેલ મહારાષ્ટ્રના નવાપુરમાં રેસ્ટ હાઉસ ખાતે મેનેજર તરીકે ફરજ બજાવતા ૫૫ વર્ષીય હેમંતભાઈ કિશનભાઈ જાદવ પોતાની મોટર સાયકલ નંબર એમએચ/૩૯/એજી/૪૪૧૨ની લઈને તા.૩જી મે ૨૦૨૨ નારોજ ઉચ્છલના મીરકોટ ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૫૩ પરથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન એક ટ્રક નંબર એમએચ/૪૦/બીજી/૬૭૭૨ ના ચાલકે પોતાના ક્બ્જાનું ટ્રક પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ હેમંતભાઈની બાઈકને અડફેટમાં લઇ નાશી છૂટ્યો હતો.
જોકે આ અકસ્માત નજરે જોનાર સેલુંડ ગામના નિશાળ ફળીયામાં રહેતો અક્ષયભાઈ દિનેશભાઈ ગામીતે ટ્રકનો પીછો કરી સોનગઢના આરટીઓ ચેકપોસ્ટ પાસે ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો. આ અકસ્માતના બનાવમાં હેમંતભાઈ જાદવને ૧૦૮ની મદદથી સોનગઢની સરકારી હોસ્પિટલમાં લઇ આવતા ટુકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવ અંગે મૃતક હેમંતભાઈ જાદવનો પુત્ર જીવણભાઈ હેમંતભાઈ જાદવ રહે, pwdસરકારી રેસ્ટ હાઉસ ક્વાટરમાં તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓની ફરિયાદના આધારે તા.ચોથી મે નારોજ ઉચ્છલ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500