મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં વડપાડાભીંત ગામની સીમમાં ઉચ્છલ-નિઝર રોડ પર પુરઝડપે હંકારી લાવી રોડની સામેની સાઈડે આવેલ પાણીના ઓવારા સાથે જોરથી બાઈક અથડાવી દેતા બાઈક ચાલક સહીત ત્રણ જણા ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢનાં ગણેશ નગરમાં રહેતો શુભમભાઈ મહેશભાઈ દુબે નાંએ ગત તારીખ ૦૯/૧૨/૨૦૨૪નાં રોજ મીત અને ખુશાલભાઈ વિશાલભાઈ વળવી (રહે.શિવાજી નગર, સોનગઢ)ની સાથે પોતાના કબ્જાની બાઈક નંબર જીજે/૨૬/કે/૬૦૭૩ પર વડપાડાભીંત ગામની સીમમાં પસાર થઈ રહ્યો હતો. તે સમયે શુભમે પોતાના કબ્જાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડની સામેની સાઈડે આવેલ પાણીના ઓવારા સાથે જોરથી અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં મીતને જમણા હાથે, કપાળના ભાગે તથા શરીરે મુઢ ઈજાઓ પહોંચી હતી. તેમજ પાછળ બેસેલ ખુશાલને જમણા હાથે તેમજ જમણા પગે તથા ઘુંટણનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બાઈક ચાલક શુભમને પણ મોંઢાના ભાગે, જમણી આંખ પાસે તેમજ જમણા પગનાં ઘુંટણનાં ભાગે તથા ડાબા હાથે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત અંગે વિજયભાઈ ધીરૂભાઈ ગામીત નાંએ બાઈક ચાલક સામે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application