ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધે તેમજ પ્રદુષણમાં ઘટાડો થાય તે હેતુથી બિહાર કેબિનેટે આજે નવી ઈલેક્ટ્રીક વાહન પોલિસીની જાહેરાત કરી છે. બિહારની નીતીશ કુમાર સરકારે 2028 સુધીમાં રાજ્યના કુલ વાહનોના રજીસ્ટ્રેશનમાં ઈલેક્ટ્રીક વાહનોનો હિસ્સો 15 ટકા સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે ‘બિહાર ઈલેક્ટ્રિક વાહન પોલિસી - 2023’ને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી નીતીશ કુમારની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે.
કેબિનેટની બેઠક બાદ સચિવાલય વિભાગના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતાએ જણાવ્યું કે, ‘નવી ઈલેક્ટ્રીક વાહન પોલિસી’ની યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઈલેક્ટ્રિક વાહનોની ખરીદીને વધુમાં વધુ પ્રોત્સાહન આપવાનો તેમજ જરૂરી ઈવી ચાર્જિગ સ્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરી ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ વાહનોને પ્રોતાસનહ કરવાનો છે. આ યોજનાથી પ્રદૂષણમાં ઘટાડો થશે તેમજ ઈંધણની પણ બચત થઈ શકશે, તે હેતુથી ‘બિહાર ઈલેક્ટ્રિક વાહન પોલિસી-2023’ને મંજૂરી આપવામાં આવી છે.
એસ.સિદ્ધાર્થે કહ્યું કે, મહત્વકાંક્ષી લક્ષ્યોના ભાગરૂપે આ યોજના આગામી પાંચ વર્ષ માટે અમલમાં લવાઈ છે. યોજના હેઠળ રાજ્યમાં 2028 સુધીમાં રજીસ્ટ્રેશન થતા તમામ નવા વાહનોમાં ઈલેક્ટ્રીક વાહનોનો હિસ્સો 15 ટકા કરવાનો લક્ષ્ય નિર્ધારીત કરાયો છે. ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાના હેતુસર ઈવી નીતિ મોટર વાહન (MV) ટેક્સ પર 75 ટકા સુધીની સબસિડી તેમજ પ્રથમ 1000 ફોર-વ્હિલર ખરીદનારાઓને 1.25 લાખ સુધીના પ્રોત્સાહનનો લાભ આપવાની જાહેરાત કરાઈ છે. જ્યારે પ્રથમ 10 હજાર ઈવી-ટુ-વ્હીલર્સ ખરીદનારાઓને સમાન લાભ એમવી ટેક્સ પર 75 ટકાની સબસિડી અને 10 હજાર રૂપિયા સુધીના પ્રોત્સાહનનો લાભ આપવાની જાહેર કરાઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500