Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખાનગી સ્કૂલોમાં કામ કરતા શિક્ષકોને મોટી રાહત : ગ્રેચ્યુટીને લઈને સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

  • September 01, 2022 

સુપ્રીમ કોર્ટે પ્રાઈવેટ સ્કૂલનાં શિક્ષકોને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે માન્યું કે, ખાનગી સ્કૂલોમાં કામ કરતા શિક્ષકો કર્મચારી છે અને તેઓ કેન્દ્ર સરકાર દ્વારા 2009માં સુધારા પેમેન્ટ ગ્રેચ્યુટી અધિનિયમ હેઠળ ગ્રેચ્યુટીનાં હકદાર છે. તમને જણાવી દઈએ કે, PAG એક્ટ 16 સપ્ટેમ્બર 1972થી અમલમાં છે. આ હેઠળ નિવૃત્તિ, રાજીનામું અથવા કોઈપણ કારણોસર સંસ્થા છોડતા પહેલા ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સતત કામ કરનાર કર્મચારીને ગ્રેચ્યુટીનો લાભ આપવાની જોગવાઈ છે.




શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તા.3 એપ્રિલ 1997નાં રોજ જાહેર કરવામાં આવેલી એક નોટિફિકેશનના માધ્યમથી આ અધિનિયમને 10 અથવા વધુ કર્મચારીઓ વાળી શૈક્ષણિક સંસ્થાનો પર લાગુ કરવામાં આવશે. આવી સ્થિતિમાં આ અધિનિયમ ખાનગી સ્કૂલો પર પણ લાગુ થાય છે. અનેક હાઈકોર્ટમાં કેસ હાર્યા બાદ ખાનગી સ્કૂલોએ 2009નાં સંશોધનને દેશની સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો.




તેમના પ્રમાણે વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રદાન કરનારા શિક્ષકોને ગ્રેચ્યુટી વળતર અધિનિયમ 2009ની ધારા 2(ઈ) હેઠળ કર્મચારી ન માનવા જોઈએ. તેઓ અમદાવાદ પ્રાઈવેટ પ્રાઈમરી ટીચર્સ એસોસિએશન મામલે સર્વોચ્ચ અદાલતના જાન્યુઆરી 2004નાં નિર્ણય પર વિશ્વાસ કરતા હતા જેમાં આ સિદ્ધાંતને નિર્ધારિત કરવામાં આવ્યો હતો.




જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બેલા એમ.ત્રિવેદીની પીઠે તા.29 ઓગષ્ટના રોજ આ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો. આ બેન્ચે ખાનગી સ્કૂલોના સંઘ અને સ્કૂલોની અલગથી પણ દાખલ અરજીઓને ફગાવી દીધી હતી. ઈન્ડિપેન્ડન્ટ સ્કૂલ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને અન્ય ઘણી ખાનગી શાળાઓએ અરજીઓ દાખલ કરી હતી.




સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરાયેલી અરજીમાં દેશની વિવિધ હાઈકોર્ટ જેમ કે, અલ્હાબાદ હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટ, દિલ્હી હાઈકોર્ટ, બોમ્બે હાઈકોર્ટ, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ, છત્તીસગઢ હાઈકોર્ટ અને મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચુકાદાઓનો પડકારવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઘણી શાળાઓએ સીધી સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતી. તેમની અરજીમાં પેમેન્ટ ઓફ ટેક્સ ગ્રેચ્યુટી (સુધારા) એક્ટ, 2009ની કલમ 2(e) અને 13Aની કાયદેસરતાને પડકારવામાં આવી હતી. આ કાયદામાં તારીખ તા.3 એપ્રિલ, 1997થી શિક્ષકોને ગ્રેચ્યુઈટીનો લાભ આપવાની જોગવાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application