રૂપિયા 2000નું ચલણ સૌથી મોટી નોટનું સર્ક્યુલેશન છે અત્યારે ઓછુ થઈ ગયુ છે. રિઝર્વ બેન્કે પોતાના વાર્ષિક રિપોર્ટમાં આ મુદ્દે મોટી જાણકારી આપી છે. રિઝર્વ બેન્કના વાર્ષિક રિપોર્ટમાં 2000 રૂપિયાના નોટના ઘટાડાને મુદ્દે મોટુ કારણ સામે આવ્યુ છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના વાર્ષિક રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2019-20, નાણાકીય વર્ષ 2020-21 અને નાણાકીય વર્ષ 2021-22માં 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. આ જ કારણોસર 2000 રૂપિયાની નોટનુ સર્ક્યુલેશન ઓછુ થઈ ગયુ છે.
જોકે નવેમ્બર 2016માં થયેલી નોટબંધી બાદ 2000 રૂપિયાનાં નોટને રિઝર્વ બેન્કે જારી કરી હતી. 8 નવેમ્બર 2016એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એલાન બાદ 500 અને 1000 રૂપિયાના તમામ નોટ ચલણમાંથી બહાર થઈ ગયા હતા. આ કરન્સીના બદલે રિઝર્વ બેન્કે 500 અને 2000 રૂપિયાની નવી નોટ જારી કરી હતી. રિઝર્વ બેન્કનુ માનવુ હતુ કે 2000 રૂપિયાની નોટ તે નોટની વેલ્યુની ભરપાઈ સરળતાથી કરી દેશે જેને ચલણમાંથી બહાર કરી દેવાઈ હતી. રિપોર્ટ અનુસાર 2000 રૂપિયાના નોટને જારી કરવાથી બાકી નોટોની જરૂર ઓછી પડી.
તારીખ 31 માર્ચ 2017એ સર્ક્યુલેશન વાળા નોટની વેલ્યુમાં 2000 રૂપિયાના નોટની ભાગીદારી 50.2 ટકા હતી. 31 માર્ચ 2022એ સર્ક્યુલેશન વાળા કુલ નોટની વેલ્યુમાં 2000 રૂપિયાના નોટની ભાગીદારી 13.8 ટકા હતી. જોકે, રિઝર્વ બેન્કે 2000 રૂપિયાની નોટને બંધ કરી નથી પરંતુ આનુ છાપવાનુ બંધ થઈ ગયુ છે. દેશમાં 2000ની નોટ સૌથી વધુ ચલણમાં વર્ષ 2017-18 દરમિયાન રહી.
આ દરમિયાન બજારમાં 2000ની 33,630 લાખ નોટ ચલણમાં હતી. આનુ કુલ મૂલ્ય 6.72 લાખ કરોડ રૂપિયા હતુ. 2021માં મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં આ જાણકારી આપી હતી કે છેલ્લા બે વર્ષથી 2000 રૂપિયાના એક પણ નોટને છાપવામાં આવી નથી. સરકાર RBIની સાથે વાતચીત કર્યા બાદ નોટને છાપવાને મુદ્દે નિર્ણય કરે છે. એપ્રિલ 2019 બાદથી કેન્દ્રીય બેન્કે 2000 રૂપિયાની એક પણ નોટ છાપી નથી.
જોકે 2000 રૂપિયાની નોટ છપાઈ ન હોવાના કારણે આ લોકોના હાથમાં હવે ઓછી જોવા મળી રહી છે. આ કારણ છે કે એટીએમમાંથી પણ ખૂબ ઓછી જ આ નોટ નીકળી રહી છે. રિઝર્વ બેન્ક આગામી સમયમાં આને છાપવાનુ શરૂ કરશે કે નહીં. તેની પર અત્યાર સુધી કોઈ પણ સત્તાકીય જાણકારી સામે આવી નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500