અંબાજીમાં મોહનથાળમાં નકલી ઘીની ભેળસેળ મુદ્દે અંબાજી પોલીસ દ્વારા 25 દિવસ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી 4 લોકોની આ મામલે ધરપકડ કરી કોર્ટમાં હાજર કરાયા હતા. જેમાં 2ને જામીન મળ્યા તો 2ની રિમાન્ડ મંજૂર કરાઈ છે.
અંબાજી પોલીસ દ્વારા 25 દિવસ બાદ નકલી ઘીના કેસમાં મોહિની કેટરર્સના 4 લોકો કુલદીપ, સુનીલ, લાલસિંહ અને આલોકની ધરપકડ કરવામાં આવી હતી. સાબર દૂધ ઉત્પાદક સંઘ દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને અંબાજી પોલીસે મોહિની કેટરર્સના 4 લોકોની ધરપકડ કરી હતી.આ તમામ લોકોને લઈને દાંતા કોર્ટમાં તેમને અંબાજી પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં 2 આરોપી આલોક, લાલસિંહને 10 હજાર બોન્ડ પર જામીન મળી ગયા હતા. જેથી તેઓ જામીન પર મુક્ત થઈ ગયા હતા અને કુલદીપ અને સુનીલ નામના 2 આરોપીના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જેને લઈને કોર્ટે તેમના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500