સુરત જીલ્લામાં પલસાણા તાલુકાના વાંકાનેડા ગામેં સંખ્યાબંધ ગોડાઉનમાં આવેલા છે જે ગોડાઉનમાં પાર્સલ ખાલી કરવા તેમજ ભરવા માટે મોટા વાહનોની અવર જવર થતી રહે છે. મંગળવારના રોજ બપોરના સમયે પલસાણા તાલુકાના ચલથાણ ગામના ફાટક નંબર 17 પરથી પસાર થતા કન્ટેનર (NL 01 AF 4069) રેલવે ફાટકની લોખંડની ગડર સાથે અથડાતા લોખંડની ગડર નીચે પટકાઈ હતી ભરેભરખમ લોખંડની સેફટી ગરડ પડતા જ ફાટકની આસપાસ અફરાતફરી મચી હતી.
ઘટના સમયે ત્યાથી એક મોટરસાયકલ ચાલક પસાર થતો હતો જે બચી ગયો હતો ઘટના બાદ ગેટમેને ઘટના સ્થળે સ્ટેશન માસ્તરને બોલાવતા તત્કાલિક કેન્ટેનરના ડ્રાઇવર વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાની તજવીજ શરૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે લોખંડની ગડર પર ટ્રક અટકી જતા મોટી જાનહાની તળી હતી. કારણ કે ટ્રકની માત્ર બે મીટર આગળથી જ ટ્રેનટ્રક લાઈનનો હાઈ વોલ્ટેજ વાયર પસાર થતો હતો રેલવેના અધિકારીએ તરત ફાટકની મુલાકત લઈ તૂટી ગયેલી ગડરને રીપેરીંગ કરવાની તજવીજ હાથધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application