Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભૂમિ પેડનેકરને શાહરુખ ખાનની પ્રોડક્શન કંપની રેડ ચીલીઝ એન્ટરટેઈનમેન્ટની સતત બીજી ફિલ્મમાં તક મળી

  • September 26, 2024 

ભૂમિ પેડનેકરને શાહરુખ ખાનની પ્રોડક્શન કંપની રેડ ચીલીઝ એન્ટરટેઈનમેન્ટની સતત બીજી ફિલ્મમાં તક મળી છે. શાહરુખની કંપનીએ બનાવેલી 'ભક્ષક' ફિલ્મમાં  ભૂમિએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે આ કંપની એક નવી ફિલ્મ બનાવી રહી છે તેમાં પણ ભૂમિને સાઈન કરાઈ હોવાના અહેવાલો છે. જોકે આ નવી ફિલ્મની સ્ટોરી કે બાકીની કાસ્ટ અંગે કોઈ જાહેરાત થઈ નથી. નિર્માતાઓ ટૂંક સમયમાં સત્તાવાર રીતે કોઈ એનાઉન્સમેન્ટ કરે તેવી સંભાવના છે. ‘ભક્ષક’ના ડાયરેક્ટર પુલકિત જ આ નવી ફિલ્મનું દિગ્દર્શન સંભાળશે. ભૂમિએ શરુઆતની કેટલીક ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ કરીને ક્રિટિક્સની પ્રશંસા મેળવી હતી. જોકે બાદમાં તેની કારકિર્દીને ભારે પછડાટ સહન કરવી પડી છે. તાજેતરમાં અર્જુન કપૂર સાથેની તેની ફિલ્મ ‘લેડી કિલર’ને ઓટીટી પર કોઈ લેવાલ ન મળતાં સીધી યુ ટયુબ પર વિના મૂલ્યે રજૂ કરી દેવાની ફરજ પડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application