Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભીનાર:અજાણ્યા વાહનની અડફેટે બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત

  • December 19, 2020 

વાંસદા તાલુકાના ભીનાર ગામે કોઈક અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.

 

 

મળતી માહિતી અનુસાર વાંસદા તાલુકાના સીણધઈ ગામે લીલવણ ફળિયામાં રહેતા શૈલેશ ભાઈ ચીમનભાઈ પટેલ(ઉ.વ.34) જેમની સ્પલેન્ડર બાઈક નંબર જીજે/21/એઇ/6080 લઈ વાંસદા-ઉનાઈ રસ્તા પાસે આવેલા ભીનારના દેસાઈ ફળિયામાંથી પસાર થઈ રહ્યા હતા.

 

 

તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા શૈલેષભાઇ પોતાની બાઈક પરથી રોડ પર પટકાતા ગંભીર  ઈજાને કારણે તેમનુ ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. આ બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈ પ્રણવભાઈ પટેલે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application