Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રક અડફેટે આવતા યુવકનું મોત

  • August 09, 2021 

ભાવનગર શહેરના કરચલીયા પરાના આગરિયાવાડ પાસે ગતરોજ બપોરના સમયે એક ટ્રક ચાલકે રોડ પર ચાલીને જતા યુવકને અડફેટે લેતા તેને ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જયાં તેનુ મોત નિપજયુ હતું. ટ્રક ચાલક ટ્રક ઘટના સ્થળે મુકી ફરાર થઈ ગયો હતો. 

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શહેરના ભાંગના કારખાના પાસે રહેતા કમલેશભાઈ કાળુભાઈ સરધારા નામનો યુવક ગતરોજ બપોરના 2 વાગ્યાની આપસાસ વાલ્કેટ ગેટ તરફ ચાલીને જતો હતો. તે દરમિયાન કરચલીયા પરાના આગરિયાવાડ પાસે એક ટ્રક નંબર જીજે/04/એકસ/5594ના ચાલકે ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી યુવક સાથે ટ્રક અથડાવી દીધી હતી. આ અકસ્માતમાં યુવકને ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જયાં તેનું મોત નિપજયુ હતું. આ અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક ઘટના સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ મૃતક યુવકના ભાઈ મહેશભાઈએ ગંગાજળીયા પોલીસ મથકમાં અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application