ભવાની ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા તાપી જિલ્લામાં આશરે ૬૦૦ જેટલા બાળકોને નોટબુક,રબર,સ્લેટ તથા બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત આશ્રમશાળાઓ તિથીભોજન, કપડા વિતરણ કરવામાં આવ્યા હતા.
આ સારા કાર્યનો લાભ ૬૦૦ બાળકોને મળ્યો હતો
ભવાની ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત તરફથી તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારની કૈવલજ્ઞાન આશ્રમશાળા મગરકુઈ,પરમગુરૂ આશ્રમ શાળા બંધારપાડા, આદર્શ આશ્રમશાળા બોરકુવા, અક્ષરપુરૂષોત્તમ કુમાર છાત્રાલય ઉકાઈ તેમજ કન્યા છાત્રાલય સોનગઢમાં અભ્યાસ કરતા બાળકોને ગૃપ તરફથી નોટબુક, રબર, સ્લેટ તથા બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ સારા કાર્યનો લાભ ૬૦૦ બાળકોને મળ્યો હતો, ભવાની ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટ આ ઉપરાંત તિથીભોજન, કપડા વિતરણ વગેરે સેવા કાર્યોની સેવાનો લાભ આશ્રમ શાળાઓમાં આપવામાં આવે છે, ટ્રસ્ટ દ્વારા નોટબુક તેમજ સ્ટેશનરી વિતરણ કાર્યોથી બાળકોમાં આનંદની લાગણી છવાઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500