પશ્ચિમ બંગાળની પુર્વ બર્દવાનમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. જ્યા રોજ મજુરી કરતો મજુર કલાકમાં કરોડપતિ બની ગયો. આ મજુર બકરીઓ માટે ઘાસ કાપવા ગયો હતો અને તે જ્યારે ઘરે પરત આવ્યો તો ખબર પડી કે તે કરોડપતિ બની ગયો છે. ગામમાં આ વાતની ખબર પડતા લોકોમાં જશ્નનો માહોલ બની ગયો હતો અને લોકો તેને અભિનંદન પાઠવતા હતા. આ ઘટના મંગલકોટના ખુરતુબાપુર ગામની છે.
અહી રહેતો ભાસ્કર માજી બીજાના ખેતરોમાં કામ કરતો હતો અને બકરીયો પાળીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તે છેલ્લા દશ વર્ષથી લોટરી ખરીદતો હતો. ગત રવિવારના રોજ તેણે રૂપિયા 40 ઉધાર લઈને લોટરી ખરીદી હતી અને બપોર પછી તે કરોડપતિ બની ગયો હતો. લોટરીની ટિકિટ વેચનારે કહ્યુ કે, રવિવારના રોજ 1.20 કલાકે ખબર પડી કે 1 કરોડની લોટરી ગામના ભાસ્કર માઝીએ જીતી છે. તે છેલ્લા 10 વર્ષોથી લોટરીની ટિકિટ ખરીદતા હતા. તેમણે આનંદ સાથે કહ્યુ કે આ ગરીબ મજુર તેમની દુકાનમાથી ટિકિય ખરીદી કરોડપતિ બની ગયો છે. એક કરોડની લોટરી જીત્યા પછી ભાસ્કર માજીને પુછતા તેમણે કહ્યુ કે, તેમનુ ઘર માટીનું છે અને તેમાં ચોમાસામાં પાણી અંદર પડે છે. આ પૈસાથી તેઓ ઘર બનાવશે તથા દિકરીઓના લગ્ન માટે લીધેલા પૈસાનું દેવુ ચુકવશે. તેમજ જમીન પણ ખરીદશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application