ભરૂચનાં પૂર્વ પટ્ટીનાં ગામે ખેતરમાં ચારો વીણવા ગયેલી સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવવાના કેસમાં નાંદ ગામના યુવકને ભરૂચની પોક્સો કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. બનાવની વિગત એવી છે કે, વર્ષ 2018માં 16 વર્ષની સગીરા ખેતરમાં ચારો વીણવા ગઈ હતી. જ્યાં તેની એકલતાનો લાભ લઇ નાંદ ગામના શિવમ વસાવા, સતીષ વસાવા અને રાહુલ વસાવાએ દુષ્કર્મ આચર્યું હતું. જેમાં તેમણે સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી તેણે ઘટના અંગે કોઈને જાણ કરી ન હતી. જોકે 7 મહિના બાદ સગીરાને ગર્ભ રહી જતા માતાને જાણ થતાં નબીપુર પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો.દરમિયાન સગીરાએ બાળકને જન્મ આપતા બાળકના અને ત્રણેય આરોપીના ડીએનએ સેમ્પલ લેવાયા હતા. જેમાં શિવમ ઉર્ફે શિવા બુધા વસાવાના ડીએનએ મેચ થયા હતા. જેથી આ કેસ ભરૂચના પોક્સો જજ એમ.એસ.સોનીની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ મદદનીશ સરકારી વકીલની દલીલ અને પુરાવાઓ ગ્રાહ્ય રાખી અદાલતે શિવમ વસાવાને 10 વર્ષની સખત કેદની સજાનો હુકમ ફરમાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application