Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જીપીએસસી ધ્‍વારા લેવાનાર પોલીસ ઇન્સ્પેકટર(બિન હથિયારધારી) વર્ગ-રની પરીક્ષાના આયોજન અર્થે બેઠક યોજાઈ

  • December 31, 2020 

ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર ધ્‍વારા પોલીસ ઇન્સ્પેકટર (બિન હથિયારધારી) વર્ગ-રની જગ્યા ઉપરની ભરતી માટેની પ્રીલીમિનરી પરીક્ષાના આયોજન અંગેની બેઠક જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નવનિત મહેતા ઉપસ્થિત રહ્યા હતા. 

 

 

 

બેઠકને સંબોધતાં કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર ધ્વારા ભરૂચ કેન્દ્ર ખાતે લેવાનારી પોલીસ ઇન્સ્પેકટર (બિન હથિયારધારી) વર્ગ-ર જગ્યાની પરીક્ષા અંગે થયેલું આયોજન અને વ્યવસ્થાની સમિક્ષા કરતાં કહ્યું હતું કે, આ પરીક્ષામાં શાળા સંચાલકોની ભૂમિકા મહત્વની હોઈ છે. તેમણે આયોગની સુચનાઓનો ચુસ્તપણે અમલ થાય તેમ જણાવી પરીક્ષા શુધ્ધ અને પારદર્શી રીતે યોજાય તે બાબતે મહત્વનું માર્ગદર્શન ઉપસ્થિત સૌને પુરૂ પાડ્યું હતું.   

 

 

 

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નવનિત મહેતાએ ગુજરાત જાહેર સેવા આયોગ,ગાંધીનગર ધ્વારા પોલીસ ઇન્સ્પેકટર (બિન હથિયારધારી) વર્ગ-ર જગ્યાની લેવાનાર પરીક્ષા ભરૂચ ખાતે કુલ સાત  પરીક્ષા કેન્દ્રોમાં કુલ ૬૫ બ્લોકમાં કુલ ૧૫૫૨ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. દરેક પરીક્ષા કેન્દ્રો સી. સી. ટીવીથી સજજ છે. કુલ ૧૫૫૨ ઉમેદવારો અને પરીક્ષા કેન્દ્રોમાં કુલ ૨૩૮  અધિકારી- કર્મચારીઓ ફરજ બજાવશે. તેમણે ગુજરાત જાહેર સેવા આયોગ ધ્વારા લેવાનાર પરીક્ષાની વિસ્તૃત માહિતી પણ પુરી પાડી હતી.

 

 

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ, ડી.વાય. એસ.પી.શ્રી, જિલ્લા તિજોરી અધિકારીશ્રી, આયોગના પ્રતિનિધિ, તકેદારી અધિકારી અને શાળા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application