સોશિયલ મિડિયામાં બિભસ્ત ફોટો બનાવી વાયરલ કરનાર ઇસમને ભુજ થી ઝડપી પાડતી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસભારત દેશમાં સોશિયલ મિડિયાનું ચલણ ખૂબ વધ્યું છે,સોશિયલ મિડિયા નો કેટલાય લોકો સદઉપયોગ કરી રહ્યા છે તો કેટલાય ભેજાબાજ તત્વો તેનો દૂર ઉપયોગ કરી ગેરલાભ ઉઠાવી ક્યાંક કોઈ સાથે ઠગાઇ તો ક્યાંક કોઈ ને બદનામ કરવાની નીતિ અપનાવી રહ્યા છે,તેવામાં વધુ એક કિસ્સો ભરૂચ સાયબર ક્રાઇમ કચેરી માંથી સામે આવ્યો છે,જેમાં છેક ભુજ થી એક ઇસમની પોલીસે ધરપકડ કરવી પડી છે.
ભરૂચ સાયબર ક્રાઇમ બ્રાંચ ખાતે થોડા સમય પહેલા એક ફરિયાદી પોતાની ફરિયાદ નોંધાવી હતી જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસ થી તેઓ અને તેઓના પરીવાર જનોને ધાક ધમકીઓ આપી એડિટ કરેલા બિભસ્ત ફોટો ફેસબુક ના માધ્યમ થકી કોઇક ઈસમ ફેક આઈડી ના ઉપયોગ થકી અપલોડ કરી રહ્યો છે,અને તેઓના પરિવાર ની બદનામી કરી રહ્યો છે,જે બાદ ભરૂચ સાયબર ક્રાઇમ બ્રાંચે મામલે ફરિયાદ નોંધી તપાસ હાથધરી હતી.
સાયબર ક્રાઇમ બ્રાંચે મામલાની ગંભીરતા ને સમજી તાત્કાલીક એક્શનમાં આવી ટેકનીકલ એનાલિસીસ કરી હ્યુમન ઇન્ટેલીજન્સ ના આધારે આરોપીને આઇડેન્ટિફાઈ કરી મોટા રેહા ગામ ભુજ ખાતે થી સતુભા સોમૂભા જાડેજા નામના ઈસમ ને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500