Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરુચ : કામદારો સાથે ક્રૂર મજાક,પગારવધારાની માંગ સંતોષવા માલિકે 4 રુપિયાનો પગાર વધારો કર્યો!

  • October 10, 2022 

ભરૂચ જિલ્લામાં દિવાળી ટાણે અનેક ઔદ્યોગિક વસાહતો માંથી કંપનીના કામદારો મેદાનમાં ઊતરી પોતાની માંગણીઓને લઈ આંદોલન કરતા હોય છે,આવી જ એક આંદોલનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે,જીએનએફસી વાગરા તાલુકાના રહિયાદ ગામ નજીકના ટુ પ્લાન્ટ બહાર કામદારોએ પોતાની માંગણીઓ સાથે આંદોલનનું ચાલુ હતું.




500 જેટલા કામદારો કંપની બહાર પગાર વધારો લઈને માંગણી

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના રહિયાદ ગામ ખાતે આવેલી જીએનએફસીની ટીબીઆઇ ટુ પ્લાન્ટના મોટી માત્રામાં કામદારોએ કંપની સામે પગારવાધાર મુદ્દે આંદોલન છેડ્યું હતું,જો કે કંપની માલિકો દ્વારા રૂપિયા ચારનો વધારો કરીને કરેલી કામદોરોની ક્રૂર મજાકને લઈને બે દિવસથી 500 જેટલા કામદારો કંપની બહાર પગાર વધારો લઈને માંગણી કરી રહ્યાં છે અને તેઓ હડતાલ પર ઉતરી ગયા છે.

ચાર રૂપિયાનો વધારો થાય તો તેમાં એક કટીંગ ચા પણ આવતી નથી

વાગરા તાલુકાના રહિયાદ ગામ ખાતે આવેલી GNFCનો ટીબીઆઇ પ્લાન્ટ ટુમાં લગભગ 500થી જેટલા શ્રમિકો કંપનીમાં કામદારો તરીકે કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે અને તેઓને હાલ રુપિયા 351 રોજ દહાદી ચૂકવવામાં આવે છે આથી 15 દિવસ પહેલા કંપનીના કામદારોને કહેવામાં આવ્યું હતું જો કે માલિકો દ્વારા તમામ કામદારોને મળતા પગારમાં રૂપિયા 90નો વધારો આપવામાં આવશે તેવી બાંહેઘરી આપવામાં આવી હતી, પરંતુ જ્યારે પગાર અપાયો ત્યારે ચાર રૂપિયાનો વધારો થઈને આવતા કંપનીના કામદારો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.




કંપની રુપિયા 90 નહીં તો કંપની રુપિયા 50નો વધારો કરી આપે

શ્રમિકોનું કહેવું છે કે કે જો રોજના ચાર રૂપિયાનો વધારો થાય તો તેમાં એક કટીંગ ચા પણ આવતી નથી ત્યારે કંપની દ્વારા માત્ર ચાર રૂપિયાનો વધારો કરીને કામદારો સાથે ક્રૂર મજાક કરી રહ્યા હોય તેવું લાગતા કંપનીના કામદારો છેલ્લા બે દિવસથી કામ બંધ કરીને કંપનીના ગેટ બહાર હડતાલ ઉપર ઉતરી ગયા છે,કામદારોની માગ છે કે જો રુપિયા 90 નહીં તો કંપની રુપિયા 50નો વધારો કરી આપે તેવી માંગણી કામદારો કરી રહ્યાં છે.

જીવના જોખમે કાર કરે છે

શ્રમિકો કામદારોના કહેવા મુજબ કંપનીમાં જે કેમિકલ ઉત્પાદન થઈ રહ્યું છે તે બહુ જ ખતરનાક છે અને પોતે જીવના જોખમે આટલી નજીવા રોજી લઈને કામ કરી રહ્યાં છે ખરેખર તો 390 થી લઈને 400 રૂપિયાનો રોજી મળવી જોઈએ પરંતુ હજુ સુધી કંપની સત્તાવાળા કે કોન્ટ્રાક્ટરોએ કામદારોનો પગારમાં વધારો કર્યો નથી અને વધારો પણ કર્યો તો માત્ર ચાર રૂપિયા જ ! જે ખરેખર આ કામદારો સાથે મજાક થવાનું કામદારોએ અનુભવ્યું છે. શ્રમિકોએ કહ્યું હતું અને જો વહેલી તકે કામદારોની પગાર વધારો નહીં કરવામાં આવે તો કામદારો આગામી દિવસોમાં ભારે વિરોધ કરશે તેવી ચીમકી પણ આપી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application