Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ : ટ્રક અડફેટે ચાર વર્ષીય બાળકીનું ઘટના સ્થળ પર મોત, ટ્રક ચાલક સામે ગુનો દાખલ

  • June 01, 2023 

ભરૂચનાં ઝઘડિયા તાલુકાનાં તરસાલી ગામે રસ્તો ઓળંગી રહેલી ચાર વર્ષીય બાળકીને અડફેટમાં લઇ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. ટ્રકના તોતિંગ પૈંડા ફરી વળતાં માસુમ બાળકીનું સ્થળ પર જ મોત નીપજયું હતું. મળતી માહિતી મુજબ, ઝઘડિયાનાં તરસાલી ગામે બેફામ દોડતી ટ્રકે માસુમ બાળકીને ટકકર મારી મોત નીપજાવ્યું હતું. ગામમાં રહેતી 4 વર્ષીય ખુશનુમા જીયાઉદ્દિન શેખ ગત તા.30મીના રોજ સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં રસ્તો ઓળંગતી હતી.


ત્યારે પ્રાંકડ તરફથી આવતી એક ટ્રકે આ બાળકીને ટક્કર મારી હતી. જેમાં બાળકી પર ટ્રકના પૈંડા ફરી વળતાં તેનું મોત નીપજયું હતું. જયારે અકસ્માત ટ્રકનો ડ્રાઇવર મહંમદ ઇંદોરીયો ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે રાજપારડી પોલીસે ફરાર થઇ ગયેલાં ટ્રકના ડ્રાઇવર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application