ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનાર નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની પ્રિલિમરી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની પ્રિલિમરી પરીક્ષાના મુદ્દાઓ અંગે પરીક્ષા સમિતિ સાથે ચર્ચા કરવામા આવી હતી.
જેમાં જિલ્લાના કુલ ૧૭ પરીક્ષા કેન્દ્રો અને બિલ્ડીંગ, બેઠક વ્યવસ્થા, પોલીસ વિભાગ દ્વારા સ્ટાફની નિમણૂક કરવા માટે, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી દ્વારા પરીક્ષાની કામગીરી માટે સ્ટાફની નિમણુક કરવા બાબત, તે સાથે જ ઝોનલ કચેરીઓ, વીજ પુરવઠો ચાલુ રાખવા બાબત, બસ સુવિધા યોગ્ય રીતે રાખવા બાબત, અને આરોગ્ય અધિકારીશ્રી દ્વારા થતી કામગીરી, તથા પરીક્ષા માટેની બહોળી પ્રસિદ્ધિ કરવાની, તેમજ પરીક્ષા કેન્દ્ર પર સલામતી વ્યવસ્થા જળવાઈ રહે અને સુચારુરૂપે ભૌતિક અને આનુષંગિક તમામ વ્યવસ્થા જળવાઈને પરીક્ષા યોજાય તે માટેની તમામ પ્રકારની જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા.
આ મિંટીંગ દરમ્યાન ઉપસ્થિત તકેદારી અધિકારીઓ, ઝોનલ અધિકારીશ્રીઓ, કેન્દ્ર નિયામક, વગેરેને પરિક્ષાપહેલા, પરિક્ષાબાદ તેમજ પરીક્ષા દરમ્યાન રાખવાની તકેદારીઓ, ફરજો વગેરે જેવી તમામ કાર્ય પધ્ધતિઓની શિક્ષણ વિભાગ દ્નારા તાલીમ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, ભરૂચ જિલ્લામાં તા.૧૫/૧૦/૨૦૨૩ના રોજ સવારે ૧૧થી બપોરે ૦૧ કલાકે યોજાનાર પરીક્ષામા કુલ ૧૭ પરીક્ષા કેન્દ્રો અને ૧૭૨ બ્લોક ઉપર આ પરીક્ષા યોજાશે તેમજ જિલ્લામાં કુલ ૪૧૧૨ ઉમેદવારો આ લેવાનાર પરીક્ષામાં હાજરી આપશે. બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કિશન વસાવા,સહિત સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ સમિતીના સભ્યો ઉપસ્થિત રહી પરીક્ષા સુચારૂરીતે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500