ભરૂચનાં પ્રવેશદ્વાર કસક ગરનાળુ 15 દિવસ માટે બંધ હોય મુખ્ય અને વૈકલ્પિક માર્ગો ઉપર ટ્રાફિક જામની સમસ્યામાં આડેધડ પાર્ક કરાતા વાહનો વધારો કરી રહ્યાં છે. વાહન ચાલકોને પાર્કિંગ સેન્સ શીખવવા પોલીસે ગતરોજથી ડ્રાઇવ હાથ ધરી હતી. જેમાં આડેધડ પાર્ક કરેલા 95થી વધુ વાહનોના નંબરો નોંધી તેમના ઘરે મેમો આપવાની કામગીરી શરૂ કરાતા વાહન ચાલકોમાં દોડધામ મચી ગઇ હતી. જયારે કસક ગરનાળુ બંધ કરવામાં આવતાં કોલેજ રોડ પર વાહનોનું ભારણ વધી જતાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે અને પીક અવર્સમાં બૌડા સર્કલ પાસે વાહનોની કતાર લાગી જાય છે. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે પોલીસે આડેધડ પાર્ક કરવામાં આવતાં વાહનોના માલિકો સામે કાર્યવાહી હાથ ધરી છે. આમ, ગતરોજ એસપી અને એએસપીના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો વિવિધ સ્થળોએ પહોંચી હતી અને આડેધડ રીતે પાર્ક કરી દેવામાં આવેલાં 95થી વધુ વાહનોના નંબરો નોંધી લીધાં હતાં. આ નંબરોના આધારે હવે તેમના માલિકોને મેમો મોકલવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application