Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ શહેર ગરમીને કારણે અગનભઠ્ઠી બન્યું : આગામી પાંચ દિવસ સુધી હિટવેવની અસર જોવા મળી શકે છે

  • May 22, 2024 

હાલ વધતી ગરમીના કારણે લોકો વાતાનુકૂલિત યંત્રો ચલાવી ગરમીથી ભલે રાહત મેળવતા હોય છે. પરંતુ આ વેળા શહેર હોય કે ગ્રામ્ય ગરમીને કારણે લોકોની સ્થિતિ કફોડી બની ગઈ છે. આ વખતે ગામડાંમાં પતરાં તથા નળિયાવાળાં ઘરોમાં રહેતાં લોકોએ ગરમીથી રાહત મેળવવા માટે છાપરાં પર પાણી છાંટીને ઠંડક મેળવવાની નોબત આવી હતી. ભરૂચ નગરમાં છેલ્લા ત્રણ દિવસથી બપોરના સમયે શહેરમાં સ્વયંભૂ કરફ્યૂ જેવો માહોલ રહ્યો હતો.


નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચના હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી હિટવેવની અસર જોવા મળી શકે છે. બીજી તરફ ગામડાંમાં રહેતા લોકોએ ગરમીથી બચવા નળિયાં તથા પતરાનાં છાપરાં પર પાણીનો છંટકાવ કર્યો હતો. સન સ્ટ્રોકથી બચવા વધુ પડતું પાણી વધારે પીવું જરૂરી છે. જોકે નિષ્ણાત તબીબો પણ હાલ વધુ પડતી ગરમી પડી રહી હોવાથી સન સ્ટ્રોકથી બચવા વધુ પડતું પાણી પીવું, લીંબુ શરબત તેમજ નારિયેળ પાણીનો ભરપૂર ઉપયોગ કરવો જોઇએ એવી સલાહ આપી રહ્યા છે. સવારે 11થી સાંજે 4 વાગે સુધી જરૂર વગર ઘરની બહાર ન નીકળવાનું હિતાવહ છે. સફેદ અને પાતળા સૂતરાઉ કપડાં પહેરવા સાથે અને બપોરના સમયે બાઈકનો ઉપયોગ કરવો નહીં આટલી કાળજી રાખવી જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application