ભારતીય ડાક વિભાગની છેલ્લા ૧૫૦ વર્ષોની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે ૧૦મી ઓકટોબરે ‘રાષ્ટ્રીય ટપાલ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ લોકો અને વ્યવસાયોના રોજિંદા વ્યવહારમાં પોસ્ટની ભૂમિકા તેમજ વૈશ્વિક, સામાજિક અને આર્થિક વિકાસમાં તેના યોગદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. તા.૯ ઓક્ટોબરે વિશ્વભરમાં ઉજવાતા વિશ્વ ટપાલ દિવસના ભાગરૂપે ભારતભરમાં તા.૯ થી ૧૩ ઓક્ટોબર દરમિયાન ‘રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ’ની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. જેને અનુસંધાને વિશ્વ ટપાલ દિવસની સાથે રાષ્ટ્રીય ટપાલ સપ્તાહનો પણ પ્રારંભ ભરૂચ પોસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.
નાણાકીય વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા સન્માન બચત પ્રમાણપત્રની શરૂઆત પણ કરી હતી. રાજ્યના સંચાર મંત્રી દ્વારા અંત્યોદયની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં શ્રમ સુરક્ષા યોજના હેઠળ ભરૂચ વિભાગે ૧૩૦૦૦ જેટલા કામદારોને વીમા પોલિસી આપીને તેમનું ભવિષ્ય સુરક્ષિત કર્યું છે. તો ભરૂચ પોસ્ટ મંડળે અંદાજિત ૫૦૦૦ જેટલા ખાતા ખોલીને મહિલાઓને સુરક્ષિત ભવિષ્ય પૂરું પાડ્યું હતું. આજરોજ ભરૂચ ખાતે નર્મદા નગર ખાતે નાણાકીય સશક્તિકરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભરૂચ વિભાગમાં ૨૪૦૦૦ જેટલા નવા ખાતા ખોલવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ’ની ઉજવણી અંર્તગત ૧૧ ઓકટોબરના રોજ ફિલાટેલી ડેની ઉજવણી કરી ભરૂચ ડિવિઝન કચેરીમાં જિલ્લા ભરૂચની શાળાઓમાં વિદ્યાર્થીઓને ફિલાટેલી ડે વિશેની માહિતી આપવામાં આવશે. વિવિધ વિષયો પર વિવિધ અધિકારીઓ દ્વારા ફિલેટેલી પોસ્ટકાર્ડ લેખન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે. ૧૨ ઓક્ટોબરના રોજ મેઈલ ડે નિમિત્તે ભરૂચ વિભાગમાં ૫ નવા લેટર બોક્સ લગાવવામાં આવશે. ૧૩ મી ઓક્ટોબરના રોજ અંત્યોદય દિવસના રોજ ભરૂચ વિભાગના તમામ નાગરિકોને PMSBY PMJJY, APY, ASSY, PLI, RPLI જેવી ભારતીય ટપાલ વિભાગની વીમા પોલિસીઓ પૂરી પાડવા માટે ઝુંબેશ ચલાવવામાં આવનાર છે.
આ સપ્તાહ દરમ્યાન ભરૂચ જિલ્લાના નાગરિકો માટે નવી સુવિધાઓમાં મોબાઈલ પાર્સલ વાનની સુવિધા ભરૂચ શહેરીજનો માટે ચાલુ કરવામાં આવી છે. જેના દ્વારા ભરૂચ જિલ્લાના નાગરિકો ઘરે બેઠા પોતાનું પાર્સલ તેના ગંતવ્ય સ્થાન સુધી મોકલાવી શકશે. મોબાઇલ પાર્સલ વાન ધરે થી જ પાર્સલ કલેકટ કરશે જેથી ગ્રાહકોને પોસ્ટ ઓફિસ સુધી પાર્સલ લઈને આવવાની જરૂર નહિ પડે. પાર્સલ લેવા માટે 9724124199 મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં રાત્રી પોસ્ટ ઓફિસની શરૂઆત કરવામાં આવી છે. રેલવે સ્ટેશન પર આવેલ ભરૂચ પોસ્ટ ઓફિસ પર ટપાલ તેમજ પાર્સલ બુકિંગ રાત્રી ૮ વાગ્યા સુધી કરાવી શકાશે. ભરૂચ પોસ્ટ વિભાગ દ્વારા વિદેશમાં કોમર્શિયલ એક્સપોર્ટરો માટે ડાક નિર્યાત કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. જેના દ્નારા કોમર્શિઅલ એક્સપોર્ટર્સ મોકલવા માટે અમદાવાદ કે મુંબઈ જવાની જરૂર નહિ પડે. તેમ ભરૂચ પોસ્ટ અધિક્ષક એસ.વી.પરમારે જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500