રાજ્યમાં ચાલી રહેલા વિવિધ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોને આગામી વધુ બે મહિના સુધી એટલે કે તા.૧૫ ઓક્ટોબરથી ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યુ છે. ત્યારે વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે તા.૧૬ ઓક્ટોબરથી ૨૧ ઓક્ટોબર દરમ્યાન રાજ્યભરના શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડિંગ, પુરતત્વીય સાઇટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્ત્રોતો, સમુદ્ર કિનારાની સફાઇ વિશેષ 'સફાઈ અભિયાન' અંતર્ગત હાથ ધરવામાં આવી રહી છે.
સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ-સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન સફળ થઈ રહ્યું છે. આ અભિયાનના ભાગરુપે ભરૂચ નગરપાલીકા દ્નારા વોર્ડ નંબર ૮ વિસ્તારમાં આવેલા ગાંધીજી વિશ્રામ સ્થળ, સેવાશ્રમ ગેસ્ટ હાઉસ અને બીજા જાહેર સ્થળોએ સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ આ સફાઈ અભિયાનમાં સફાઈ કર્મીઓની સાથે-સાથે નાગરીકો પણ મોટી સંખ્યામાં સહભાગી થયા હતાં. અત્રે નોંધનીય છે ગુજરાતને સ્વચ્છ અને રણિયામણું બનાવવાના હેતુસર આગામી બે માસ સુધી આ સફાઈ અભિયાન દૈનિક ધોરણે હાથ ધરવામાં આવશે અને આગામી સમયમાં પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અનેકવિધ કાર્યક્રમો થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500