અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ભરૂચ એલ.સી.બી.ની ટીમે વધુ એક ગોડાઉન ઝડપી પાડ્યું હતું જોકે એલ.સી.બી.એ આ ગોડાઉનમાંથી રૂપિયા 34 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતોમાં ગોડાઉન ભાડે રાખીને બુટલેગરો દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરી રહ્યા છે ભરૂચ એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પી.આઇ.નાં માર્ગદર્શન હેઠળ મળેલ સૂચના મુજબ અલગ-અલગ ટીમ બનાવી કામગીરી હાથ ધરાઈ હતી.
તે સમયે એક ટીમને માહિતી મળી હતી કે, અશોક કેશરીમલ માલી (રહે.કંબોડિયા, તા.નેત્રંગ) અને લખીરામ ગીરીરાજ ગૌતમ વિદેશી દારૂ મંગાવી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલા પ્લોટ નંબર 4504 ખાતે ગોડાઉનમાં કાર્ટિંગ કરે છે જે આધારે પોલીસે રેઈડ કરી દારૂનો જથ્થો ભરેલું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. પોલીસને ટેમ્પોમાંથી મળી આવેલ દારૂ જેની કિંમત રૂપિયા 19.23 લાખ અને એક આઇસર ટેમ્પો સહિત કુલ રૂપિયા 34 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ઈસમ રામદાસ રમણભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો, તેમજ અશોક કેશરીમલ માલી અને લખીરામ ગીરીરાજ ગૌતમને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500