ભરૂચ એલ.સી.બી.એ નબીપુરથી પાલેજ વચ્ચે આવેલ રીલીફ હોટલનાં પાર્કિંગમાંથી પ્લાસ્ટિકનાં પબારદાનનાં પેકેટની આડમાં સંતાડેલ રૂપિયા 11 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લા પોલીસ વડાએ આગામી શ્રાવણ માસમાં જીલ્લામાં ભરાતા મેળાવડા, શોભાયાત્રાઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને તહેવારો શાંતીપુર્ણ માહોલમાં ઉજવાય અને જીલ્લામાં પ્રોહિબીશન જુગારની અસામજીક પ્રવૃતિ ડામવા આપેલ સુચનાને આધારે એલ.સી.બી.નાં પી.આઈ.નાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.નાં પી.એસ.આઈ સહિત સ્ટાફ નેશનલ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતો.
તે દરમિયાન નબીપુરથી પાલેજ વચ્ચે આવેલ રીલીફ હોટલના પાર્કિંગમાં પડેલ ટ્રકો પૈકી એક ટ્રકનો ડ્રાઇવરની હિલચાલ શંકાસ્પદ જણાતા ડ્રાઇવરને ઝડપી પાડી ટ્રકની તપાસ કરતા અંદર રહેલ પ્લાસ્ટીકનાં બારદાનના પેકેટોની વચ્ચે સંતાડેલ વિદેશી દારૂના 388 નંગ બોક્ષ મળી આવ્યા હતા પોલીસે 8222 નંગ વિદેશી દારૂની બોટલ કબ્જે કરી હતી અને 11.98 લાખનો દારૂ અને ટ્રક મળી કુલ 28.63 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને નેપાળના ઇસમ બીસપતિ મેમાનંદ ચપાર્ગેનને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. જયારે ડ્રાઈવર પાસે નેપાળ અને કતારનું ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવતા પોલીસે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application