ભરૂચનાં વાલિયા તાલુકાનાં વટારીયા ગામની ઈન્દીરા કોલોનીમાં ફરક આંકનો જુગાર રમાડી રહેલ એક જુગારિયાને 20 હજારથી વધુનાં મુદ્દામાલ સાથે ભરૂચ LCBએ ઝડપી પાડ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં પ્રોહીબિશન જુગારની અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આપેલી સૂચનાને આધારે LCBના પી.આઈ.નાં માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઈ. સહિત સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે વટારીયા ગામમાં આવેલ ઇન્દીરા કોલોનીમાં ફરક આંકનો જુગાર ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 10 હજાર અને ફોન મળી કુલ 20 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જુગાર રમાડતો જુગારી મનિષ હિમ્મતભાઇ વસાવાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application